આજીવન નેક જે તે વ્યક્તિ ના નામે જ રહેશે. ઘરના બીજા સભ્યો કે અન્ય ના નામે ટ્રાન્સફર થઇ શકશે નહિ.
આજીવન નેક ની તારીખ કે તીથી માં ફેરફાર થઇ શકશે નહિ.
આજીવન નેક ની પ્રસાદી જે તે વ્યક્તિ ની હયાતી દરમિયાન જ મળશે.
લખાવેલ તીથી કે તારીખે પ્રસાદ લેવાની અનુકુળતા ન હોય તો અગાઉ થી હવેલીને જાણ કરવાની રહેશે. જેથી કરીને પ્રસાદીનો વ્યય ન થાય.
આજીવન નેક જે નામે હશે તે નામે અને સરનામે જ મોકલવામાં આવશે. બીજી કોઈ વ્યક્તિ કે સરનામે મોકલવામાં આવશે નહિ.
તિથિ પ્રમાણે આજીવન નેક લખાવેલ હશે તો, વૃદ્ધિ તિથિ હશે તો આગલી તિથિ ગણવાની રહેશે અને ક્ષય તિથિ હશે તો આગલા દિવસની તિથિ ગણવાની રહેશે અને તે પ્રમાણે પ્રસાદી મોકલવામાં આવશે.